વાંકાનેર : શહેરના દરબારગઢ રોડ પર આવેલી હવેલી શેરીમાં રહેતા મહિલા સાથે બાળકોની સાયકલ બાબતે પાડોશમાં રહેતા પડોશીઓએ હુમલો કરી મૂંઢ માર મારી મોબાઈલ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં દરબારગઢ રોડ પર હવેલી શેરીમાં રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણીએ આરોપી ભાવનાબેન કાગડા, શિતલબેન કાગડા,નિરાલીબેન કાગડા, સાવનબેન પ્રદીપભાઈ વાગડીયા,ખુશ્બૂબેન પ્રદીપભાઈ વાગડીયા અને પ્રદીપભાઈ વાગડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4માર્ચના રોજ આરોપીઓના બાળકોની સાયકલ બાબતે ઝઘડો કરી ગાળો બોલી લાકડી વડે માર માર્યો હતો અને ઝઘડા દરમિયાન મોબાઈલ તોડી નાખ્યો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.