પાડોશમાં રહેતા બે શખ્સોએ ઇકો ગાડીમાં તોડફોડ કરીમોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલાને તેમજ તેમના સાસુ અને સસરાને પાડોશમા જ રહેતા બે શખ્સોએ ઢીકા પાટું અને છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી ઇકો કારમાં નુકશાન પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા હિરલબેન દિલીપભાઈ કણઝારીયા ઉ.33 નામના પરિણીતાએ આરોપી રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈ કોળી અને આરોપી ગિરીશ નારણભાઇ કણઝારીયા રહે.બન્ને વજેપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ઘર પાસે ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બન્ને આરોપીઓએ હિરલબેન તેમજ તેમના સાસુ, સસરાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પથ્થરના છુટા ઘા માર્યા હતા તેમજ તેમની ઇકો કારમાં પણ નુકશાન પહોચાડ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.