મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈમોરબી અપડેટ : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગરમાં રહેતા એક મહિલા અને સગીરા અગમ્ય કારણોસર ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. પરિવારે બંનેની ભાળ મેળવવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.મોરબીના વાવડી રોડ પર ગાયત્રી નગર શેરી નંબર 4માં રહેતા કુંદનબેન અશ્વિનભાઈ મારુ (ઉંમર વર્ષ 43) તથા રાધિકા અમિતભાઈ મારુ (ઉંમર વર્ષ 11) ગત તારીખ 22/08/2026 ના રોજ સવારે 09:30 વાગ્યાની આસપાસ કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગયા છે. પરિવારે આજુબાજુ તેમજ સંબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી હોવા છતાં હજુ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. જો કોઈ પણ નાગરિકને આ બંને વ્યક્તિઓ અંગે કોઈ ભાળ મળે કે કોઈપણ સ્થળે જોવા મળે, તો તાત્કાલિક નીચે આપેલા સંપર્ક નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. સંપર્ક નંબર: 9825203532, 9825930219#Morbi #MorbiNews #MorbiUpdate #MissingReport #MorbiMissing #VavdiRoad #PublicAppeal #PoliceUpdate