આમરણ ગામે બનેલો બનાવ : મિત્રએ કરેલા મૈત્રી કરારના કાગળિયા પોલીસ મથકે પહોંચાડયા હોવાનો ખાર રાખી હુમલો મોરબી : ટંકારાના તાલુકાના ઓટાળા ગામનો યુવાન આમરણ ગામે બેન્ડ વાજા વગાડવા ગયો હતો ત્યારે વગર વાંકે તેના પરિચિત્તે કરેલા મૈત્રી કરારના ડોક્યુમેન્ટ પોલીસ મથકે પહોંચાડયાનો ખાર રાખી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે ટંકારાના ઓટાળા ગામે રહેતા અને બેન્ડવાજા વગાડતા સાગરભાઇ મનસુખભાઇ સીપરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે તે આમરણ ગામે બેન્ડવાજા વગાડવા ગયા ત્યારે બાબુભાઇ ઉર્ફે ઉપેન્દ્રભાઇ વીછોડીયા, ઇલાબેન બાબુભાઇ ઉર્ફે ઉપેન્દ્રભાઇ વીછોડીયા, જમનભાઇ શામજીભાઇ વિછોડીયા, જમનભાઇ શામજીભાઇ વિછોડીયાના પત્ની જલ્પાબેન વિછોડીયાએ તેમના ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે હુમલાખોરોની ભત્રીજીએ તેમના જ ગામના યુવાન સાથે મૈત્રી કરાર કર્યા હોવાથી તેના કાગળો પોલીસ મથકે પહોંચાડયા હોવાની શંકા રાખી આ હુમલો કર્યો હોવાનું જણાવી તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ GP ACT કલમ-૧૩પ મુજબ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.