હળવદમાં યોજયેલા ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલના પાકવીમાં સહિતના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર મોરબી : હળવદમાં આજે ખેડૂત અધિકાર સમલેન યોજાયું હતું.જેમાં હાર્દિક પટેલે ખેડૂતોના મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાયમાલ થયેલા કિસાનોને પાક વીમા વળવર ચૂકવવા મામલે વીમા કંપનીની અડોળાઈ અને વીમા કંપનીઓની લગામ સરકારના હાથ ન હોવાનું જાણવીને સરકારને રીતસર આડેહાથ લીધી હતી તેમજ ખેડૂતોને પોતાના હક સરકાર પાસેથી મેળવવા સંગઠિત થઈને જાગૃત થવાની હાકલ કરી હતી. હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આજે ખેડૂત અધિકાર સંમેલન યોજાયું હતું.કોંગી નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં આ સંમેલન યોજવામાં આવ્યું હતું. ખેડૂતોને સંપૂર્ણ પાક વીમો ચૂકવો અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી કરવાની આ સંમેલનમાં માંગ કરવામાં આવી હતી. આ સમેલનમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ટંકારાના ધારાસભ્ય લાલિતભાઈ કગથરા તેમજ ખેડૂત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.જોકે ખેડૂતો માટે યોજાયેલ આ સંમેલનમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી.હાર્દીક પટેલે સરકાર પર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.આ વખતે ખેડૂતો પર અતિવૃષ્ટિ અને મવઠાનો બેવડો.માર પડ્યો છે.નફો તો એક બજીએ રહ્યો પણ પાક માટે કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું. પણ વીમા કંપની પાક વીમો ચુકવવામાં અન્યાય કરતી હોવાથી ખેડૂતોને તેમનો હક્ક મળતો નથી.ત્યારે વીમા કંપની સરકારનું પણ માનતી ન હોવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યું હોવાનું કહ્યું હતું અને હવે તેઓ કેન્દ્ર સરકારની મદદથી વીમા કંપનીઓની શાન ઠેકાણે લાવશે તેવું કહ્યું છે.સરકારની આ બાબત શુ સૂચવે છે તેમ કહીને આકરા પ્રહારો કર્યો હતા. હાર્દિક પટેલે મીડિયા સાથેની પ્રશ્નોતરીમાં કહ્યું હતું, કે ખેડૂતોના હક્ક માટે ખેડૂતોને જાગૃત કરવા આ સમેલન યોજાયું હતું.ખેડુતોને ટેકાના ભાવ મળે,પાક વિમાનો 100 ટકા લાભ મળે તે માટે ખેડૂતોને સંગઠિત કરવાનો પ્રયાસ કરાયો છે.જે રીતે ખેડૂતોને ભાજપની સરકાર ભાજીમૂળા સમજતી હોય તેવી નીતિ અપનાવે છે.જો ખેડૂતો સંગઠિત થઈને સરકાર સામે પોતાના હક્ક નહિ માંગે તો તેને ક્યારેય પાક વિમાનો લાભ મળશે નહીં. તેમણે બિન સચિવાલયની પરીક્ષામાં ગોટાળા કરીને ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કર્યાનો પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ યુવાના ભવિષ્યને ધ્યાને લઈને ફેર પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યું છે.તેમ અંતમાં કહ્યું હતું.