અજાણ્યા શખ્સો પોતાના સ્વાર્થ માટે જાતે જ પાના પકડ બનાવી નર્મદા કેનાલના ગેઇટ ખોલી નાખતા હોવાનો આક્ષેપ કેનાલના અધિકારીએ ગેરકાયદે ગેઇટ ખોલનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો મોરબી : મોરબીના ચકમપર ગામે કોઈ અજાણ્યા શખ્સો પોતાના સ્વાર્થ માટે ગામના તળાવમાં નર્મદા કેનલનો ગેઇટ ખોલી નાખતા હોવાથી તળાવ કાંઠે રહેતા લોકોના ઘરમાં વગર વરસાદે પુર જેવી સ્થિતિ વચ્ચે કેનાલના પાણી ઘુસી ગયા હતા. અજાણ્યા શખ્સોની આવી હરકતથી તળાવ કાંઠે રહેતા લોકોની ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. આ અંગે રજુઆત કરતા નર્મદા નિગમના અધિકારીએ ગેરકાયદે ગેઇટ ખોલનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મોરબીના ચકમપર ગામે તળાવના કાંઠે રહેતા લોકોએ આક્ષેપ સાથે રજુઆત કરી હતી કે, ગામના તળાવમાં નર્મદા કેનાલમાંથી ફોલ-ગેઇટ મુકવામાં આવ્યો છે તે ગેઇટને અમુક અજાણ્યા શખ્સો ગેરકાયદે ખોલી નાખે છે. જો કે આવા અજાણ્યા શખ્સો જે તે અધિકારીની મિલીભગતથી તળાવમાં પાણી ભરવા માટે આ ગેઇટ ખોલી નાખતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગતરાત્રે પણ નર્મદાનો ગેઇટ ખોલી નખાતા પાણી સીધા રહીશોના ઘરમાં ઘુસી ગયા હતા. અવારનવાર આવી રીતે ગેઇટ ખોલી નખાતા લોકોના ઘરમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને નુકશાન પહોંચે છે. આથી ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઉપરાંત પાણી ઘરના ફરી વળતા ઘરે આવેલા મહેમાનોને ક્યાં બેસાડવા તે માટે ભારે કપરી હાલત થઈ જાય છે. તેવી આવા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નર્મદા કેનાલનો ગેઇટ ખોલવા મામલે નમર્દા નિગમના જવાબદાર અધિકારી એન.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, ચકમપર ગામે આવેલ નર્મદા કેનલનો ગેઇટને બે દિવસથી કોઈ અજાણ્યા શખ્સો ગેરકાયદે ખોલી નાખે છે. જેથી નર્મદા કેનાલમાં પાણી વધુ હોય ત્યારે જ નર્મદા નિગમના જવાબદારી અધિકારીઓ એ ગેઇટ ખોલી શકે છે. પણ અમુક લોકો તળાવ ભરવા સહિતના પોતાના સ્વાર્થ ખાતે જાતે જ પાના પકડ બનાવીને આ ગેઇટને ઓપરેટ કરે છે. જે એકદમ ગેરકાયદે છે. આવું કોઈ કાળે ચલાવી નહિ લેવાય. આથી આવા લોકો ઉપર વોચ રાખીને કડક કાર્યવાહી કરાશે. જ્યારે સરપંચ અવનીબેન કાલરીયાએ જણાવ્યું હતું કે, તળાવ કાંઠે બનેલા મકાનો ગેરકાયદે છે. ત્રણ-ચાર મકાનો મંજુરી વગર બનાવી નાખ્યા હોય કોઈએ ગેઇટ ખોલી નાખતા તળાવ ભરાઈ જતા આ પાણી તળાવના કાંઠે રહેતા લોકોના ઘરમાં ઘુસી ગયા છે. જો કે ગામમાં બીજી ક્યાંય પણ પાણી ઘુસ્યું નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..