વિશિપરાના કુલીનગર વિસ્તારની ઘટનામાં પોલીસ તપાસ શરૂ મોરબી : મોરબીના વિશિપરાના કુલીનગર વિસ્તારમાં એક વર્ષ પૂર્વે જ દાંપત્ય જીવનમાં ડગ માંડનાર પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી નાખતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરાના કુલીનગરમાં રહેતા મુમતાજબેન મહોમદભાઇ જેડા ઉ.૧૯ નામના પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મુમતાજબેનના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સાસુ સસરા સાથે સયુંકત કુટુંબમાં રહેતા હોવાનું તેમજ સંતાન ન હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..