મોરબી : મોરબીના થોરાળા ગામના વતની અને હાલ રાજકોટ નિવાસી પરિવારો દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને મંજૂરી સાથે બંને પક્ષના 6-6 કૌટુંબિક સભ્યોની હાજરીમાં લગ્નપ્રસંગ યોજાયો હતો. જેમાં થોરાળા નિવાસી સ્વ. પ્રેમજીભાઈ દેવજીભાઈ ચંદ્રોલાનો પુત્ર સાગર સુલતાનપુર નિવાસી લાભુભાઈ ભાડજાની પુત્રી જાગૃતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલ છે. તેમજ સ્વ. પ્રેમજીભાઈ દેવજીભાઈ ચંદ્રોલાની પુત્રી પુષ્પા લાભુભાઈ ભાડજાના પુત્ર ચિરાગ લગ્નગ્રંથિથી જોડાયા છે. આ પ્રસંગમાં કોરોના વાયરસ અંગેની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. તેમજ નવયુગલે તંત્રની કામગીરીને બિરદાવી હતી.