વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામે આવેલ ગુરુકૃપા મિનરલ્સ નામના બેલાના પ્લાન્ટમાંથી ગત તા.6ના રોજ કોઈ અજાણ્યો ઇસમ 800 મીટર ઇલેક્ટ્રિક કેબલ કિંમત રૂપિયા 1,86,400 તેમજ પાવર સપ્લાયના 8 સ્ટાર્ટર કિંમત રૂપિયા 8000 મળી કુલ રૂપિયા 1,94,400ની ચોરી કરી જતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા રહે.પેડક સોસાયટી, દિગ્વિજયનગર વાંકાનેર વાળાઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.