મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ખાસ કરીને રાજ્યનું પાટનગર ગાંધીનગર ઠંડુગાર જોવા મળ્યું છે. ઠંડા પવનોના કારણે ઠંડીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.અત્યારુ ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો સવારના સમયે પરિવારજનો મિત્રો સાથે મોર્નિંગ વોક કરતા નજરે પડી રહ્યા છે. શિયાળાની ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે.ત્યારે મોરબીની બજારમાં ગરમવસ્ત્રોનું પણ આગમન થયું છે. મોરબીમા તિબેટીયન માર્કેટ પણ આ વર્ષે દિવાળીના તહેવારમાં જ શરૂ થઈ જતા ઠંડી પડવાની શરૂઆત થતા લોકો ગરમ વસ્ત્રોની ખરીદી માટે આવી રહ્યા છે. મોરબીમાં શિયાળા દરમિયાન તિબેટીયન લોકો વેપાર કરવા પરિવાર સાથે આવે છે પરંતુ કોરોના મહામારીને કારણે ગરમ કપડાંનું બજાર પણ ઠંડુ રહ્યું હતું જ્યારે આ વર્ષે શિયાળો અત્યારથી જામતા ગરમ વસ્ત્રોનું વેચાણ વધવાની સ્થાનિક અને તિબેટીયન વેપારીઓ આશા સેવી રહ્યા છે. હાલમાં મોરબીમાં શિયાળાએ ધીમા પગે પગરવ કરતા વહેલી સવારે સામાકાંઠા વિસ્તારમાં ન્યુ પેલેસની આજુબાજુ તેમજ એલઇ કોલેજ કેમ્પસના વિસ્તારમાં લોકો મોર્નીગ વોક માટે આવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..