મોરબી : શિયાળાની શરૂઆત થતા જ બુટલેગરો બારમાસી વ્હિસ્કીની સાથે હવે રમ વેચાણ શરૂ કર્યું છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપરથી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આઠ બોટલ રમ દારૂ ઝડપી લીધો હતો. જો કે બે બુટલગરો નાસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવલખી રોડ ઉપર જલારામ સોસાયટી નજીક રોડ ઉપર દરોડો પાડી બોમ્બે રોયલ ત્રિપલ એક્સ બ્રાન્ડ રમ દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 2270નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઇ સુમરા અને સાગર કાંતિભાઈ પલાણ નામના આરોપીઓ પોલીસને જોઈ નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.