ટંકારા : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી વચ્ચે પણ દારૂનું સેવન કરનારો મોટો વર્ગ છે અને પ્યાસીઓ સિઝન પ્રમાણે દારૂનું સેવન કરતા હોય છે ત્યારે બારે માસ મળતી વ્હીસ્કીના સ્થાને શિયાળામા રમ અને ખાસ કરીને ઓલ્ડ મંક રમની ડિમાન્ડ વધતી હોય બુટલેગરો ગ્રાહકોની માંગ મુજબ ખેપ મારતા હોય છે તેવામાં ટંકારાના નેકનામ ગામે પોલીસે દરોડો પાડી શિયાળાની આઈટમ રમની 44 બોટલ પકડી પાડી હતી. જો કે, વિદેશી દારૂનો જથ્થો છુપાવનાર પોલીસને હાથ લાગ્યો ન હતો.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેકનામ ગામે વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતા પોલીસે નેકનામ ગામે આવેલ સ્વામીની સ્કૂલ પાછળ દરોડો પાડતા બાવળની કાટમાંથી ઓલ્ડ મંક ત્રિપલ એક્સ રમની 44 બોટલ મળી આવતા રૂપિયા 28,908ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસની તપાસમાં રમનો આ જથ્થો આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે.નેકનામ વાળાનો હોવાનું સામે આવતા આરોપીને ફરાર દર્શાવી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.