મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે 5 જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં લગ્નગીત સ્પર્ધા 15 થી 20 વર્ષની કેટેગરીમાં શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી સંસ્થામાંથી બારેજીયા દ્રષ્ટિ શંકરભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટી હોદ્દેદારો તેમજ વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવાયા છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ સ્પર્ધામાં તેમને સહાયક અને કોરસ તરીકે ભૂમિબેન બરાસરા, દ્રષ્ટિબેન ભોરણીયા અને ધ્રુવ બરાસરા જોડાયા હતા. દ્રષ્ટિબેન બારેજીયા આગામી પ્રદેશ કક્ષા કલા મહા કુંભમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા વિજેતાજિલ્લા કક્ષાના કલા મહાકુંભની સાહિત્ય વિભાગની દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધા 6 થી 14 વર્ષની કેટેગરીમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરાએ દ્વિતીય નંબર મેળવી મોરબી તાલુકા અને શાળાનું ગૌરવ વધાર્યું છે.