ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધામાં તેજસ્વી દેખાવ કરનાર વિદ્યાર્થિનીઓને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ઇનામ વિતરણ કરાયુંમોરબી અપડેટ: મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વર્ષ 2047 માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'વિકસિત ભારત' ની થીમ પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સશક્ત બને અને વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે તેમજ તેઓ વિકસિત ભારતના વિઝનને સમજે તેવા ઉદ્દેશ્યથી આ સ્પર્ધા યોજાઈ હતી.આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ધોરણ 6 માંથી ધ્વનિ મકવાણા, પ્રિયંકા પરમાર, દિપાલી હડિયલ, ધોરણ 7 માંથી પલ્લવી પરમાર, ભાવિકા ડાભી, મોનાક્ષી પરમાર, પુષ્ટિ ભટ્ટ અને ધોરણ 8 માંથી ક્રિષ્ના પરમાર, અંકિતા ડાભી, તનીષા જાગરીયા તથા બંસી કંઝારિયાએ નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ વકતૃત્વ સ્પર્ધામાં ધાર્મી કંઝારિયાએ 'વસુધેવ કુટુંબકમ', તનીષા જાગરિયાએ 'વાઈબ્રન્ટ ગુજરાત' અને મીરા પરમારે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' વિષય પર પોતાના સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.આ સ્પર્ધામાં વિજેતા બનેલી બાળાઓને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ઇનામો અર્પણ કરવામા આવ્યા હત. આ ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાને સફળ બનાવવા માટે શાળાના આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રોઈંગ ટીચર નિરાલીબેન પ્રજાપતિ તેમજ ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા, ચાંદનીબેન સાંણજા અને દિનેશભાઈ વડસોલા સહિતના સ્ટાફે આયોજન અને વ્યવસ્થાપન સંભાળ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #MadhaparwadiSchool #ViksitBharat2047 #Education #DrawingCompetition #StudentFelicitation