જે ખેલાડીઓના ખાતામાં રકમ જમા નથી થઈ તેઓએ જરૂરી પુરાવા સાથે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવોમોરબી અપડેટ : મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ‘ખેલ મહાકુંભ 3.0 / 2025’ તથા ‘સ્પે. ખેલ મહાકુંભ 3.0 / 2025’ અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા અને જેમના બેંક ખાતામાં હજુ સુધી રોકડ પુરસ્કાર જમા થયેલ નથી, તેવા મોરબી તાલુકાના તમામ ખેલાડીઓ માટે મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે.જે વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર મળવાનો બાકી હોય, તેવા તમામ ખેલાડીઓએ KMK સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ તથા બેંક પાસબુકની નકલ સહિતના જરૂરી આધાર-પુરાવા આગામી તારીખ 22/08/2026 ને શનિવારના રોજ સાંજે 06:00 કલાક સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે.નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આવનાર કોઈપણ ખેલાડીના રોકડ પુરસ્કાર માટેની વહીવટી પ્રક્રિયા ધ્યાને લેવામાં આવશે નહીં, જેથી સંબંધિત ખેલાડીઓએ સમયસર દસ્તાવેજો જમા કરાવી દેવા જણાવાયું છે. વધુ માહિતી માટે હેમિત શુક્લ (મો. 7573809401) નો સંપર્ક સાધવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #KhelMahakumbh #SpecialKhelMahakumbh #SportsAuthority #CashPrize #MorbiSports #MorbiNews