મોરબી: તાજેતરમાં સી.આર.સી. કક્ષાએ પુસ્તક વાંચન સ્પર્ધા-2022 યોજાઇ હતી. જેના વિજેતાઓની યાદી આજરોજ જાહેર કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ધોરણ-6મા વજેપરવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કંઝારિયા નિશા ધોરણ-7મા રાજપર તાલુકા શાળાના મારવાડી જૈમિત, ધોરણ-8મા આંબાવાડી તાલુકા શાળાના પંડ્યા યશ, ધોરણ-૯મા શ્રી ડી.પી.જે. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પૈજા શ્રુતિ અને ધોરણ-૧૧મા શ્રી ડી.જે.પી. કન્યા વિદ્યાલયની ધામેચા દિશા વિજેતા જાહેર થયા છે. ઉપરોક્ત વિજેતાએ બ્લોક કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધામાં આગામી તારીખ 25-2-2022ના રોજ 11 વાગ્યે microsoft teamsના માધ્યમથી જોઈન થઇ ભાગ લેવાનો રહેશે. આ માટે teams લિંક 24 તારીખે મોકલવામાં આવશે.