મોરબી : માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ ટોક વિસ્તારમાંથી છ દિવસ પૂર્વે સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો તાળા તોડી રૂ.78 હજારની કિંમતનો 260 મીટર કોપર વાયર ચોરી કરી લઈ જતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમાર રહે.વવાણીયા તા.માળીયા મિયાણા વાળાઓએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કોપર વાયરની ચોરી અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.