હળવદના સુરવદર ગામ પાસે અકસ્માતની ઘટનામાં ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના સુરવદર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શીવાભાઈ ખીમાભાઈ પરમાર (રહે.ગામ સુરવદર તા.હળવદ) એ આરોપી બાબુભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ પ્રભુભાઈ હળવદીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ ના રોજ બપોરે દોઢેક વાગ્યાના સમયે સુરવદર ગામ નેહડાની સીમમા રમુભાઈ મેરામભાઈ લોખીલનાઓની વાડી પાસે પહોચતા ઢાળ ઉપર મો.સા નંબર જી.જે.૧૩.પી.પી.૩૪૦૯ના ચાલક બાબુભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ હળવદીયાએ પોતાના હવાલાવાળુ મો.સા પુરઝડપે બેદરકારી પુર્વક ચલાવી પોતાનુ મો.સા સ્લીપ ખવડાવી મો.સા પાછળ બેઠેલ તેમની પત્ની બબલીબેન ઉર્ફે અસ્મીતાબેનને મો.સા પરથી નીચે પાડી દેતા તેમને પેટના ભાગે ગંભીર ઈજા પહોચાતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..