મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડન્સી સોસાયટીના ગેટની સામે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને પાછળથી હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મોરબીના જુની પીપળી ગામે ભરવાડ વાસમાં રહેતા નારણભાઇ વિરજીભાઇ મુંધવાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.17ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ઘુટુ રોડ ઉપર ઉમા રેસીડન્સી સોસાયટીના ગેટની સામે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા તેમને ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમના પત્નીને વધુ ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં આરોપી ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોય મોરબી તાલુકા પોલીસે આ મામલે નારણભાઇની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.