ફાટક પાસે પાટા ઓળંગવા જતા નવલખી તરફથી આવતી ગુડ્સ ટ્રેનની હડફેટે ચડી ગયા મોરબી : મોરબી તાલુકાના જેપુર નજીક આવેલી ફાટક ઓળંગતી વખતે રાજસ્થાનની પરિણીતા માલગાડી હડફેટે ચડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના પુનાવાડા જિલ્લાના ડુંગરપુર ગામના વતની અને હાલમાં જેપુર ખાતે કાવઠીયા સેરા નામના કારખાનામાં રહેતા રમીલાબેન નાનુભાઈ પગી નામના મહિલા જેપુર ગામના બસસ્ટેન્ડ પાસે આવેલ ફાટક ઓળંગવા જતા નવલખી તરફથી આવતી માલગાડી હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.