વાંકાનેર : વાંકાનેર શહેરની મોમીનશેરીમાં રહેતા અનીષાબેન મહમદઅસ્લમ વડાવીયા નામના પરિણીતાએ પોતાના ઘેર છતના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સસરા રહીમભાઇ અબ્બાસભાઈ વડાવીયાએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પરિણીતાના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..