મોરબી : મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ખાતે રહેતા જયશ્રીબેન કિશનભાઈ જોશી ઉ.22 નામના પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક જયશ્રીબેનના 3 વર્ષ પૂર્વે જ લગ્ન થયાનું સામે આવ્યું છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.