હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં હિતેન્દ્રસિંહ બનેસંગ ગોહિલની વાડીએ રહી ખેતમજૂરી કરતા હંસાબેન દિલીપભાઈ કામલપરા ઉ.40 નામના મહિલાના પતિ દિલીપભાઈ ગણેશભાઈ કામલપરા કોઈ કામ ધંધો કરતા ન હોવાથી તેમના પુત્ર આનંદે પિતાને ઠપકો આપ્યો હતો.જેથી આ બાબતે હંસાબેન અને દિલીપભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીને કારણે હંસાબેનને લાગી આવતા વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ધ્રાંગધ્રાની જિંદગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.