ટંકારા : ટંકારા પોસ્ટ ઓફિસ દ્વારા 100 થી વધુ વિધવા સહાયના લાભાર્થીઓને ઘરે-ઘરે જઈ નાણા ચૂકવવામાં આવ્યા હતા. કોરોના વાઈરસને પગલે લોક ડાઉનનુ પાલન ચુસ્તપણે થાય એવા હેતુથી ટંકારા પોસ્ટ માસ્તર પિ. એમ. રાઠોડની અધ્યક્ષતામાં ટંકારા અને પંથકના ગામડા ના 100થી વધારે વિધવા સહાયના લાભાર્થી બહેનોની ડેલી એ ડેલી એ ફરી રોકડ રકમ પહોચાડી હતી. આ માટે પોસ્ટમેન નિખીલ. પી. વામજા સહિતના એ ઈમર્જન્સી હાથોહાથ હોમ ટુ હોમ સહાય પહોંચાડી સમાજને 'ઘરમાં રહો, સુરક્ષિત રહો'નો મેસેજ આપ્યો હતો.