બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધતા ગાજવીજ અને પવન સાથે વરસાદ તૂટી પડશે: હવામાન નિષ્ણાત રમેશ બસીયાની આગાહીમોરબી અપડેટ: બંગાળની ખાડીનું લો-પ્રેશર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 13 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવીને વધુ મજબૂત બનશે. સાથે જ ચોમાસુ ધરી પણ ઝડપથી નોર્મલથી નીચે આવશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની શક્યતા હોવાથી આજથી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા, ટંકારા)ની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 1 થી 6 ઇંચ જેટલો મધ્યમથી ભારે તેમજ અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.મોરબી અને રાજકોટમાં ભારે વરસાદના એંધાણમોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પૂરી શક્યતા છે. ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા સહિત લગભગ તમામ તાલુકાઓમાં 50 થી 100 મિમી વરસાદ થઈ શકે છે. જ્યારે અમુક વિસ્તારોમાં તો 150 મિમી સુધીનો અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. રાજકોટ જિલ્લામાં પણ આ સિસ્ટમની અસર હેઠળ ભારે વરસાદની પૂરી શક્યતા છે.વીજળીના કડાકા-ભડાકા અને પવનનું જોર રહેશેવરસાદના આ રાઉન્ડ દરમિયાન તીવ્ર ગાજવીજ જોવા મળશે અને વીજળીના કડાકા-ભડાકા સામાન્ય કરતા વધુ રહેશે. ખાસ કરીને 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર પણ વધુ જોવા મળશે. જેથી લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #WeatherUpdate #GujaratRain #RameshBasiya #Monsoon #HeavyRain #SaurashtraWeather #Tankara #Wankaner #Halvad #Maliya #Rajkot #RainForecast