મોરબીમાં ટેક્સીના ધંધાર્થીને પોતાના જ બે છુટા કરી દીધેલા ડ્રાઈવરોએ ધમકી આપીમોરબી : મોરબીમાં ટેક્સીના ધંધાર્થીને ત્યાં આગાઉ ડ્રાઈવર તરીકે નોકરી કરતા બે ડ્રાઈવરોએ તું કેમ ટેક્સીના ભાડા આપતો નથી કહી મોબાઈલ ફોનમાં તેમજ ઘેર જઈ ધમકી આપી આખા પરિવારને છરીના ઘોદા મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સરદારબાગ વાળી શેરી મધર ટેરેશાની બાજુમાં શીવાલય હાઈટસમાં રહેતા ટેક્સીના ધંધાર્થી મનિષભાઈ દીનેશભાઈ ભોજાણીને ટેક્સીનો ધંધો હોય અલગ અલગ 25 ટેક્સી ચલાવવા માટે ડ્રાઈવર તરીકે માણસો નોકરીએ રાખ્યા હતા જે પૈકી વિષ્નુ અજાણા અને મેહુલ રહે. બન્ને સજજનપર ઘુનડા ગામ વાળા પણ મનીષને ત્યાં અગાઉ નોકરી કરતા હતા અને બાદમાં ઘરની ટેક્સી લીધી હોય બન્ને આરોપીઓએ મનીષને ફોન કરી તું કેમ ભાડા નથી આપતો તને છરીના ઘોદા મારી દેવા છે તેવું કહ્યું હતું. બાદમાં ગઈકાલે બન્ને શખ્સ મનીષના ઘેર ધસી ગયા હતા અને મનીષ તેમજ તેમના પત્ની અને બાળકને મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.