'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં આ ગંભીર પ્રશ્નના ઉકેલ માટે થોડા નકકર પગલાં અને સંગ્રહ કરવાના ઉપાય સૂચવતાં જયસુખભાઈ પટેલ પાણીની અછતના માઠાં પરિણામો ભોગવવા પડે એ પહેલા કેટલાંક પગલાં લઈને પરિસ્થિતિ સુધારી શકાય તેમ છે : ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ દરિયામાં વહી જતું વરસાદનું પાણી રોકીને આ પાણી જમીનમાં ઉતારીને નવા સ્ટોરેજ ઊભા કરવા જોઈએ : જયસુખભાઈ પટેલનું મંતવ્ય કુદરતે આપણને હવા, પાણી અને પ્રકાશની અમૂલ્ય ભેટ આપી છે પણ સર્જનહારે મફત આપેલી આ ભેટનો આપણે વગર વિચાર્યે આડેધડ વેડફાટ કરીને આવનારી પેઢીને મોટું નુકશાન કરી રહ્યાં છીએ. સાબરતી નદીના કિનારે આશ્રમ સ્થાપીને ભારતની આઝાદી માટે ગાંધીજી ચળવળ ચલાવતાં. સાબરમતીના વહેતા વહેણમાંથી મોંઢાની સફાઈ કરવા માટે માત્ર લોટો ભરીને જ પાણી વાપરતા. અન્ય આશ્રમવાસીઓ આ અંગે ગાંધીજીને કહેતા કે બાપુ, નદીમાં તો ઘણું પાણી છે. ડોલ ભરીને પાણી વાપરતા હો તો.. ત્યારે ગાંધીજી કુદરતે આપેલાં અમૂલ્ય પાણીનું મહત્વ જણાવીને કહ્યું કે, આપણી જરૂરત કરતા વધારે પાણીનો વેડફાટ ન કરવો જોઈએ ! આમ, મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઇ પટેલ લેખના પ્રારંભમાં 'જળ એ જ જીવન છે' સૂત્રની સાર્થકતા સમજાવવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનની ઘટનાને વાગોળે છે. દર વર્ષે વરસાદ સ્વરૂપે લાખો લિટર પાણીનું અમૂલ્ય અમી વરસે છે. જેમાંથી જીવ સૃષ્ટિનું પોષણ થાય છે પણ વરસાદી પાણીનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકતા નથી. હજારો ગેલન પાણી દરિયામાં ભળી જાય છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરનું પાણી ઘરમાં, ગામનું પાણી ગામના તળાવમાં, ખેતરનું પાણી ખેત તલાવડીમાં.. જેવી યોજનાઓ સરકારે આપી પણ એ અભિયાન આજે પણ સાવ વિસરાઈ ગયું છે અને પાણી વેડફાઈ રહ્યું છે. ત્યારે કચ્છના 'રણસરોવર' અભિયાનના પ્રણેતા જયસુખભાઈ પટેલે 'સમસ્યા અને સમાધાન' પુસ્તકના એક લેખમાં આ વેડફાતાં પાણી અને ખેતીવાડી તથા શહેરી વિસ્તારમાં પીવાની પાણીની સમસ્યા કઈ રીતે હલ અને હળવી કરી શકાય, તે અંગેના પોતાના 14 મંતવ્યો, વિચારો રજૂ કર્યા છે. જે પૈકી 9 મુદ્દાઓ નીચે પ્રમાણે છે. 1. સરકાર તરફથી વરસાદી પાણીના સંગ્રહ માટે વિવિધ યોજનાઓ અને પાણી બચાવો અભિયાનનો પ્રારંભ તો કરવામાં આવ્યો છે પણ ધીમે ધીમે 'જળ એ જીવન છે'નું અભિયાન સાવ વિસરાઈ ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લાં 20 વર્ષથી પાણી સ્ટોરેજ અથવા પાણી રોકવા માટેના એકપણ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવ્યાં નથી. હા, નાના ચેકડેમો, બોરાબંધ અને ભુગર્ભ જળ ઉંચા લાવવા માટેના થોડા પ્રયાસો જરૂર થયા છે પરંતુ તે 'કારગાર' સાબિત થયા નથી અને લાખો લિટર અમૂલ્ય વરસાદી પાણી નદીનાળાંઓમાં વહી વેડફાઈ જાય છે. 2. છેલ્લાં બે દશકામાં ગુજરાતના મુખ્ય તેમજ તાલુકા તથા જિલ્લા લેવલના 'શહેરો'નો વિકાસ ઘણો જ ઝડપી તેમજ મોટો થયો છે. રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, ભુજ, ગાંધીનગર જેવા મોટા શહેરોનો વિકાસ પણ બહુ જ વિરાટ રીતે થયો છે. જેટ સ્પીડના વિકાસની સાથે સીટી વિસ્તાર અને શહેરોમાં વાપરવા માટે તેમજ પીવા માટેના પાણીની જરૂરિયાત પણ ખુબ જ વધારે ઊભી થઈ છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર તરફથી છેલ્લાં વીસ વરસમાં એક જ પ્રયાસ કરવામાં આવ્યો છે. એ પ્રયાસ એટલે ખેતી માટે સ્ટોરેજ કરવામાં આવેલું 'પાણી' શહેરોને આપીને તેની તરસ સંતોષવા આવી રહી છે. નર્મદા ડેમમાં જે પાણી 'એગ્રીકલ્ચર' માટેનું હતું તે પાણી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને 'પીવાના' પાણી માટે 'સૌની યોજના' દ્વારા આપવામાં આવે છે એટલે કે આપણે છેલ્લા 25 વર્ષમાં ફક્ત ને ફક્ત એગ્રીકલ્ચર’ માટે રિઝર્વ રાખેલાં પાણીને શહેરની જરૂરિયાત અને પીવાના પાણી તરીકે આપી દઈએ છીએ પણ તે માંગ પૂરી કરવા માટે નકકર કામ કર્યું જ નથી! 3. આપણા દેશમાં દિવસે ને દિવસે શહેરી વિસ્તારની પાણીની જરૂરિયાત જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે આપણે 'એગ્રીકલ્ચર' માટેનું પાણી વાપરીએ છીએ અને બહુ જ લાંબા અંતરે આ પાણી લઈ જવા માટે ‘લિકટીગ પાઈપ લાઈનોના નવા ઈન્ફ્રાસ્ટ્રકચરો, પાવર કોસ્ટ, પાણીનો વેસ્ટ અને તેની પાછળ થતાં ખર્ચની ‘ઈકોનોમી' કયારેય પણ સમજતાં નથી અને ફક્ત 'ચુંટણીઓ' જીતવા માટે આવા શોર્ટ ટર્મ સોલ્યુશન, અવ્યવહારિક અને અનર્થકારી ખર્ચાઓ કરીએ છીએ. 4. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ શહેરો અને ગામોના પાણીની જરૂરિયાત ફક્ત 'નર્મદા ડેમ’ના પાણીના આધારિત છે, ન કરે ભગવાન પણ કયારેક નર્મદા મેઈન કેનાલમાં કે ડેમમાં જો પ્રોબ્લેમ અકસ્માત કે અટિત ઘટના ઘટશે તો અડધું ગુજરાત તરસ્યું મરી જશે. સાથે સાથે એ પણ ઘણું જ અગત્યનું છે કે કયાં સુધી આપણે 'નર્મદા' આધારિત રહીશું ? જે 'નર્મદા'નું પાણી હાલ આપણને મળે છે તેની 'કોસ્ટ' પણ કયાં સુધી આપણે ચૂકવી શકીશું ?'સૌની યોજના' આધારિત પાણી ગુજરાતને ખૂબ જ અતિ મોંઘું પડે છે. તે પણ ભૂલવું ન જોઈએ. એક નિષ્ણાતના કેલ્ક્યુલેશન પ્રમાણે આપણા દેશના રાષ્ટ્રપતિ જે પાણી પીવે છે તે એક લીટરની કોસ્ટ બરાબર ‘સૌની યોજનાનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે. કયાં સુધી આપણે 'સત્ય'થી દૂર ભાગીશું ! શહેરી વિસ્તારના લોકો બેફામ બનીને 'પાગલ'ની જેમ પાણીનો વેડફાટ કરતાં હોય છે. 5. આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતને દરિયા કિનારા મળ્યાં છે ત્યારે 'દરિયા'માં વહી જતું વરસાદનું પાણી રોકીને આ પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ અને નવા ઊભા કરેલાં 'સ્ટોરેજ' સોર્સ દ્વારા આપણે શહેરી વિસ્તારોની જરૂરીયાત સંતોષી શકીએ, એ દિશામાં હવે 'કદમ' આગળ વધારવાનો સમય આવી ગયા છે. 6. આપણે દરેક શહેર, ગામ અને મેટ્રો સીટીની જરૂરિયાત માટેનું પાણી તેના 10 કિલોમીટરથી 100 કિલોમીટરના અંતરેથી 'પાણી' મળી રહે તેવું પ્લાનિંગ કરવું જોઈએ અને તેના નજીકના 'એરિયા'માંથી 2 થી 3 લોકેશન ઉપર મિડિયમ, નાના ડેમો કે તળાવો બનાવી 'સ્ટોરેજ' કેપેસિટી ઊભી કરવી જોઈએ, જેથી શહેરો' વિસ્તારની જરૂરિયાત ત્યાંથી જ 'સંતોષી' શકાય. નાના ડેમોના લોકેશન શોધવા જોઈએ અને દરિયામાં વહી જતાં પાણીને આ ડેમોમાં ભરવા જોઈએ અને જમીનમાં ઉતારી ભુગર્ભ જળના નવા સ્ટોરેજ પણ ઊભા કરતાં જવા જોઈએ. 7. જો સરકાર તરફથી કોઈપણ N.G.O. અથવા સામાજીક સંસ્થાઓ, ધાર્મિક...