લાંબા સમયથી દવા ન હોવા છતાં નિભર હોસ્પિટલ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા ગરીબ દર્દીઓ બહારની મેડિકલમાં મોંઘા ભાવની દવા લેવા મજબુર મોરબી : મોરબી સીવીલ હોસ્પીટલ કોમામાં સરી પડી હોય એમ એક પછી એક હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે તંત્રની વધુ એક લાપરવાહીને કારણે સિવિલ હોસ્પિટલમાં સાવ સામાન્ય રોગોની પણ દવા ધણા લાંબા સમયથી ન હોવાથી ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.લાંબા સમયથી દવા ન હોવા છતાં નિભર હોસ્પિટલ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા ગરીબ દર્દીઓ બહારની મેડિકલમાં મોંઘા ભાવની દવા લેવા મજબુર બન્યા છે. મોરબીના સામાજીક કાર્યકતા રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, મુકુંદરાય પી. જોષી, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, મુશા બ્લોચ સહિતનાએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લાના હજારો દર્દીઓ માટે મહત્વની એક માત્ર જિલ્લા કક્ષાની સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી અમુક એવા નજીવા રોગોની પણ દવા નથી. આવા સામાન્ય રોગોની દવા માટે મેડીકલોથી ઉંચા ભાવે લેવી પડે છે અને ગરીબ માણસો પાસે દવા લેવાના પણ પૈસા નથી હોતા તેઓ પ્રાઇવેટ મેડીકલ ઉપરથી દવા લઇ શકતા નથી. તેથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વધુમાં ઉમેર્યું હતું કે સિવિલમાં અનેક દવાઓ જેમ કે નાક-કાન-ગળાના ટીપા વિગેરે તથા બીજી નાની મોટી દવા માટે પણ મેડીકલ સ્ટોરમાં ઉંચા ભાવે દવા લેવી પડે છે જે અંગે ગરીબ લોકો માટે સીવીલ શું નામની કહેવાયની ? આવી તો અનેક દવાઓ નથી કયારે સમયસર દવાનો સ્ટોક ઉપલબ્ધ થશે ? આ અન્વયે જરૂરીયાત પુરી કરવા સામાજીક કાર્યકરોની તથા આમ જનતાની માંગ છે. આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ તથા ધારાસભ્ય અમૃતિયા આ બાબતે રસ લઈ અને સીવીલ હોસ્પીટલની અઠવાડીયે પંદર દિવસે એક મુલાકાત અચાનક રાત્રીના સમયે લીએ તો સાચો પદાફાર્સ થશે, મોરબીના ધારાસભ્યને મોરબીની સીવીલ હોસ્પીટલ પ્રત્યે ઘણી લાગણી છે જે કોરોના સમયે જગ જાહેર દેખાય આવ્યુ છે. અને આ દવાનો સ્ટોક પૂરો કરવા તેઓ તાત્કાલીક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.