વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ ભારતનું: ગણતંત્ર દિવસની પ્રથમ પાંચ વર્ષની પરેડ રાજપથ પર યોજાઈ ન હતી: મુખ્ય અતિથિ તરીકે પાકિસ્તાનના મંત્રીને આમંત્રણ આપ્યું એજ વર્ષે નાપાક પાકે કર્યું ભારત સાથે યુદ્ધ આવા રોચક તથ્યો જાણવા અંત સુધી વાંચો મોરબી: 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ. 26 જાન્યુઆરીના રોજ ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવે છે. આ દિવસે તમામ ભારતીય દેશભક્તિના રંગમાં રંગાયેલા નજરે આવે છે. શું છે ગણતંત્ર અને શું છે ગણતંત્રનો અર્થ? ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન. 26 જાન્યુઆરીના 1950ના દિવસે આપણો દેશ ગણતંત્ર રાષ્ટ્રના રૂપમાં પ્રસ્થાપિત થયો. આ દિવસે ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું હાથેથી લખાયેલું એક માત્ર બંધારણ છે. બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કરાયું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949ના દિવસે બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલાઓ હતી. આપણા બંધારણની હસ્તલીખિત પાંડુલિપિમાં એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી. કહેવાય છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત રીતે ટકી શકે છે. તે સુક્ષ્મસજીવો, બેક્ટેરિયા કે પ્રદુષણથી સામે પણ બિલકુલ સુરક્ષિત રહી શકે છે. પાંડુલિપિમાં લખાયેલું બંધારણ 234 પાનાનું છે. જેનું વજન કુલ 13 કિલો છે. બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ હતું. કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં 1929માં હાલના પાકિસ્તાન સ્થિત લાહોર (અખંડ ભારત)માં યોજાયું હતું. આ સંમેલનમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને ઉપનિવેશ (સ્વતંત્ર રાષ્ટ્ર)નું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી દેશે. આમ છતાં જ્યારે બ્રિટિશ સરકારે એ દિશામાં કોઈ કાર્યવાહી ન કરી ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો. સન 1948ના પ્રારંભે જ ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સંવિધાન સભામાં પહેલીવાર સંવિધાનની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. જો કે, તેમાં થોડા સંશોધનો બાદ નવેમ્બર 1949માં તેને સ્વીકારવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે તેને સ્વીકારવામાં આવ્યું. સંવિધાન લાગુ થયા બાદ તેમના રચયિતાઓનો વિચાર હતો કે, આ ખાસ અવસરને કોઈ એવા દિવસે મનાવવામાં આવે કે જેનો સબંધ પહેલાથી જ રાષ્ટ્ર ગૌરવ સાથે જોડાયેલો હોય. આથી સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે, 'પૂર્ણ સ્વરાજ દિવસ' એટલેકે 26મી જાન્યુઆરીના દિવસે જ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે. ભારત વર્ષમાં ખૂણા-ખૂણામાં 26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારત ઉપરાંત વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ આ ઉત્સવ ખૂબ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનનો મુખ્ય સમારોહ ભારતની રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે. કાર્યક્રમના લોકાર્પણ પૂર્વે વડાપ્રધાન ‘અમર જવાન જ્યોતિ’ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ્સ સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચે છે. જ્યાં વડાપ્રધાન તેમનું સ્વાગત કરે છે. આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે. પ્લેન દ્વારા આકાશમાંથી પુષ્પો વરસાવવામાં આપવામાં આવે છે. ત્રિરંગા ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને ભારતીય સેનાની ત્રણેય પાંખની ખાસ ટુકડીઓ પરેડ કરે છે. આ પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામી આપે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે. જે વિશ્વાસ અપાવે છે કે, તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, વિવિધ ભારતીય પહેરવેશ, રિવાજો, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીરોના ટેબ્લો રજૂ કરવામાં આવે છે. 26મી જાન્યુઅરીની ઉજવણીનું સમાપન 29મી જાન્યુઆરીના દિવસે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે કરવામાં આવે છે. જેમાં ભારતની જલ, જમીન અને વાયુ સેનાના ત્રણેય બેન્ડ ભાગ લ્યે છે. આ સમારંભ રાષ્ટ્રપતિ ભવન પાસે આયોજિત કરવામાં આવે છે. જેમાં દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હોય છે. લશ્કરની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિને સલામી આપે છે. અત્યાર સુધી 1951, 1952, 1953, 1956, 1957, 1959, 1962, 1964, 1966,1967, 1970ના વર્ષમાં કોઈ વિદેશી મહેમાનો ગણતંત્ર દિવસની ઉજવણીમાં આવ્યા ન હતા. આ વર્ષે 2021માં પણ કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ રહેશે નહીં. અલબત્ત બ્રિટિશ વડાપ્રધાન આ વર્ષે મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયાની જાહેરાત થઈ હતી. જો કે, બ્રિટનમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેઇનને કારણે એમનો ભારત આવવાનો કાર્યક્રમ રદ થયો હતો. જાણવા જેવી હકીકતો ચીન સાથેના યુદ્ધમાં ભારતની હાર બાદ 1962ની ગણતંત્રની પરેડ ખૂબ ટૂંકી કરવામાં આવી હતી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન સામેની લડાઈમાં યુદ્ધ મેદાનમાં સૈન્યની સહાયતા માટે ખડે પગે રહેનાર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘને પરેડમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપ્યું હતું. પરેડના બે દિવસ પૂર્વે જ ઉતાવળે અપાયેલા આમંત્રણ છતાં આર.એસ.એસ.ના સ્વયં સેવકોએ પોતાના પરંપરાગત પોશાક સાથે દિલ્હીની પરેડમાં ઉત્સાહજનક પ્રદશન કર્યું હતું. ચીન સાથેની લડાઈ બાદ 27 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન સ્વર કિન્નરી લતા મંગેશકરે 'ऐ मेरे वतन के लोगो, ज़रा आंख में भरलो पानी, जो शहीद हुए है उनकी, जरा याद करो कुर्बानी' ગીત પ્રાથમવાર ગાયું હતું. જે ચીન સાથેની લડાઈમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને સમર્પિત ગીત કવિ...