વાંકાનેરના ગારીયા ગામના બોર્ડ પાસે ટ્રાન્સપોર્ટ ઓફીસ નજીક મારમારીની ઘટનામાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના લાલપર સીમમા આવેલ સોપાન કોટેક્ષ જીનમા ટાંકો રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ ચોકીદાર ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચોકીદારે ત્રણ શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જીવાભાઈ વશરામભાઈ મેર (ઉ.વ.-૪૩ ધંધો-૪૩ ધંધો-ખેતી તથા ચોકીદાર રહે-ગામ-લાલપરસીમ જોધપર પાસે વાડીમા તા.વાંકાનેર) એ આરોપીઓ પુષ્પરાજસિંહ વાળા તથા ગીરીરાજસિંહ વાળા તેમજ એક અજાણ્યો શખ્સ (રહે-ગામ-ગારીયા તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ ગારીયા બોર્ડ પાસે આરોપીની ટ્રાન્સપોર્ટ ઓફીસ પાસે લાલપર સીમ વાંકાનેર નજીક બનેલા આ બનાવમાં ફરીયાદી લાલપર સીમમા આવેલ સોપાન કોટેક્ષ જીનમા ચોકીદારી કરતા હોય આરોપીનો ટાંકો જીનમા રાખવાની ફરીયાદીએ ના પાડેલ. જે બાબતે ફરીયાદી સાથે આરોપીઓએ તમે જીનમા ટાંકો રાખવાની ના કેમ પાડો છો તેમ કહી ફરીયાદીને ગાળો કાઢી આરોપીઓએ લાકડાના ધોકા વતી માર મારી ફરીયાદીને જમણા પગે નળાના ભાગે ફ્રેક્ચરની ઇજા તથા ડાબા પગે નળાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..