નવરાત્રીમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને માર મારી હડધૂત કરાયોમોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે અનુસૂચિત જાતિ સમાજના યુવકને દાઢી મૂછ રાખી કેમ સીન સપાટા કરશ તેમ કહી એક શખ્સે નવરાત્રીમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી જાતિ પ્રત્યે અપમાનિત કરી ચાબુકથી ફટકારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગર ગામે રહેતા અને વિવેકાનંદ વિદ્યાલયમાં બસ ડ્રાઇવર તરીકે નોકરી કરતા મનોજભાઈ વિરજીભાઈ પરમાર ઉ.30 નામના યુવકને આરોપી ગુલામહુસેન અસરફભાઈ બુખારી રહે.આમરણ વાળાએ ગઈકાલે બપોરના સમયે વિવેકાનંદ વિદ્યાલય પાસે આવી કેમ તું દાઢી મૂછ રાખી નવરાત્રી સમયે સીન સપાટા કરતો હતો કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પોતાના પાસે રહેલા ચાબુક વડે માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.