મોરબીના ધરમપુર ગામની ઘટના અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના ધરમપુર ગામે મારા પૈસા આપવા કેમ ન આવ્યો તેમ કહી એક શખ્સે યુવાનને દમદાટી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ધરમપુર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ભરતભાઇ માવજીભાઇ માકાસણા (ઉ.વ.૩૭) એ આરોપી સહદેવસિંહ રાણા (રહેવાસી-હળવદ તાલુકો) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૦ ઓગષ્ટના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીના ઘર પાસે આવી મારા પૈસા આપવા કેમ ના આવ્યો તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી અને ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ ફરીયાદી પારીવારીક કામમાં રોકાયેલ હતા. આથી ગઈકાલે આ બનાવની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવ મામલે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..