મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા વૃધ્ધને રસ્તામાં રોકી મારા મજૂરને કેમ કપાસ વીણવા લઇ ગયો કહી વાઘપર ગામના જ શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા અને પીલુડી ગામે ખેતીની જમીન ધરાવતા ગોરધનભાઇ નાનજીભાઇ કડીવાર ઉ.62 વાડીએથી આવતા હતા ત્યારે વાઘપર ગામના વિનોંદભાઇ બચુભાઇ કડીવાર નામના શખ્સે ગોરધનભાઈને અટકાવી પૂછ્યું હતું કે તું કેમ મારા મજૂરોને કપાસ વીણવા લઈ જાય છે, જેથી ગોરધનભાઈએ કહ્યું હતું કે એ મજુર મારા ખેતરમાં કામ કરે છે અને તારે ત્યાં દાડી કરવા આવે છે. આવો જવાબ આપતા જ ઉશ્કેરાઈ ગયેલા આરોપી વિનોંદભાઇ બચુભાઇ કડીવારે લાકડાના ધોકા વડે હુમલો કરી ગોરધનભાઇ ખભ્ભામાં ફ્રેક્ચર કરી હાથે પગે મૂંઢ ઈજાઓ કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.