ચકમપર ગામની ઘટનામાં બે મહિના બાદ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે વાડામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનનો એર વાલ્વ તૂટી જવા મામલે વૃદ્ધને બે શખ્સોએ પાવડાના હાથ અને લોખંડના સળિયા વડે લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ ચકમપર ગામે રહેતા જેન્તિભાઇ ભીખાભાઇ દારોદ્રા (ઉ.વ.૬૨)ના વાડાની જમીનમાંથી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાની પાણીની પાઇપલાઇનનો એર વાલ્વ મુકેલો હોય, જે તૂટી જતા આરોપી પરસોતમભાઇ અને એક અજાણ્યા શખ્સે એરવાલ્વ તમે તોડી નાખ્યો એમ કહી લોખંડના સળિયા વડે તેમજ પાવડાના હાથા વડે માર માર્યો હતો. આ ઘટના બાદ બન્ને પક્ષે સમાધાન માટે વાટાઘાટ ચાલતી હતી પરંતુ સમાધાન ન થતા અંતે ગઈકાલે ફરિયાદ દાખલ થઇ છે. વૃદ્ધને માર મારવા અંગેની આ ઘટનામાં પોલીસે જેન્તિભાઇની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..