હળવદના માલણીયાદ ગામની સીમમાં બનેલ ઘટના હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં શેઢે બાવળિયા કાપવાની તકરારમાં વૃદ્ધને ચાર શખ્સોએ ધારીયાના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા માલણીયાદ ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા અંબારામભાઇ ભવાનભાઇ કણઝરીયા જાતે દલવાડી ઉ.વ. ૫૭ ને તેમના શેઢા પાડોશી એવા (૧) મહાવીરસિંહ ગંભીરસિંહ (૨) યુવરાજસિંહ મહાવીરસિંહ (૩) અર્જુનસિંહ ગંભીરસિંહ (૪) લખુભા ઉર્ફે બકુલસિંહ ગંભીરસિંહ રહે. તમામ જુના માલણીયાદ ગામ વાળાઓએ અમારા શેઢેથી બાવળ કેમ કાપ્યા તેમ કહી ગાળો આપી શરીરે મુંઢમાર મારી અને આરોપી મહાવીરસિંહએ ફરીયાદીને માથા ના ભાગે ધારીયુ મારી લોહી કાઢી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં પોલીસે અંબારામભાઈની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪, ૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..