કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા ખેડૂતોને વિસ્તૃત માહિતગાર કરાયા મોરબી : હાલની પરિસ્થિતમાં ખેડૂતોને કપાસની ખેતીમાં મુંઝવતો પ્રશ્ન હોય તો ગુલાબી ઇયળ છે. આ ગુલાબી ઇયળનો ઉપદ્રવ હવે શરૂ થવાની તૈયારી હોઇ અગમચેતીના પગલા રૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. એલ. એલ. જીવાણીએ કેન્દ્રની તમામ પ્રવૃતિઓથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. જ્યારે વિષય નિષ્ણાંત (પાક સંરક્ષણ) ડી.એ.સરડવાએ ગુલાબી ઇયળ કઇ રીતે આવતી ઓછી થાય અને તેના સંકલિત નિયંત્રણ વિશે માહિતગાર કર્યા હતા. આ તાલીમમાં ખેડૂતોએ કોવીડ ગાઇડલાઇનનું પાલન કરી બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો. આ તાલીમ કૃભકોના સંયુક્ત ઉપક્રમે ગોઠવવામાં આવેલ. જેમાં કૃભકોના ઝોનલ મેનેજર વસોયા એ જૈવિક ખાતરના વપરાશ વિશે માહિતી આપેલ અને ફિલ્ડ ઓફિસર રાબડીયાએ આભાર વિધિ કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..