કૌટુંબિક સગા એવા પાડોશીએ પિતા, પુત્રી માતા ઉપર ધોકા લઈને તૂટી પડયા હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ઘરે વાતો કરી રહેલા પરિવાર ઉપર પાડોશમાં જ રહેતા કૌટુંબિક સગાઓએ તમે અમારી વાતો કેમ કરો છો કહી ધોકા વડે હુમલો કરી પિતા, પુત્રી, માતા સહિતના લોકો ઉપર ચાર શખ્સોએ હીંચકારો હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા લવજીભાઇ કેશાભાઇ સોલંકી ઘરે પરિવાર સાથે બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે પાડોશમાં રહેતા કૌટુંબિક સગા એવા હસમુખભાઇ ઘોઘાભાઇ સોલંકી, મુકેશભાઇ નાગજીભાઇ સોલંકી, સંતોષભાઇ મુકેશભાઇ સોલંકી અને વિપુલભાઇ સોમાભાઇ સોલંકીએ ઘરમાં આવી તમે કેમ અમારી વાતો કરો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી લવજીભાઈને ડાબા પગના પંજે લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોચાડી બાદમાં મંજુબેન તથા કિરણ છોડાવવા વચ્ચે પડતા આરોપી મુકેશભાઇ,સંતોષભાઇ તથા વિપુલભાઇએ મહિલાઓના માથાના વાળ ખેંચી ચારેય આરોપીઓએ ભેગા મળીને ઢીકા પાટુનો માર માર્યો હતો. ઘટના અંગે લવજીભાઈએ હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.