વેગડવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મીરાબા ગઢવી 504 મતે વિજેતા હળવદ : હળવદ તાલુકાની 11 સામાન્ય અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જાહેર થઈ હતી જેમાં ચાર ગ્રામ પંચાયત જાહેર થઈ હતી જ્યારે સાત સામાન્ય અને એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેની આજે મતગણતરી શહેરની મોડલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. બેલેટ પેપરથી યોજાયેલ ચૂંટણીના કારણે સવારે 9:00 થી સાંજના 3:30 સુધી મત ગણતરી ચાલી હતી. સાત સામાન્ય ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં કોણ જીત્યું ? જુના વેગડવાવ ગ્રામ પંચાયત (1) મીરાબેન યોગેશદાન ગઢવીએ સરપંચ પદે સૌથી વધુ 504 મતે જીત મેળવી મીરાબેન ગઢવીની પેનલના ચૂંટાયેલ સભ્યોના નામ(1) રામુબેન અંબારામભાઈ સુરેલા વોર્ડ નંબર- 2(2) નરેશભાઈ રાણાભાઇ રબારી વોર્ડ નંબર- 3(3) રૈયાબેન સમરતભાઈ જખવાડિયા વોર્ડ નંબર- 4(4) દલાભાઈ પમાભાઈ રાઠોડ વોર્ડ નંબર- 5(6) કનકબેન વિપુલભાઈ પરમાર વોર્ડ નંબર- 6(7) અરવિંદભાઈ જાદુભાઈ જખવાડિયા વોર્ડ નંબર- 7(8) રાયમલભાઈ ભગવાનભાઈ કોળી વોર્ડ નંબર- 8જ્યારે સામેની પેનલમાં ઇલાબેન શામજીભાઈ ચાવડા વોર્ડ નંબર- 1માંથી વિજેતા થયા હતા.શિવપુર ગ્રામ પંચાયત શિવપુર ગ્રામ પંચાયતમાં ગણેશભાઈ બચુભાઈ પટેલ સરપંચ પદે 95 મતે જીત્યાગણેશભાઈ પટેલની પેનલમાં જીતેલા સભ્યોના નામ(1) નિમુબેન રજનીકાંતભાઈ પટેલ વોર્ડ નંબર- 4(2) અશોકભાઈ તુલસીભાઈ વોર્ડ નંબર- 5(3) ગીતાબેન રાજેશભાઈ જોઠલોદા વોર્ડ નંબર- 6(4) અન્નપૂર્ણાબેન કાંતિલાલ ભીમાણી વોર્ડ નંબર- 7(5) કાનજીભાઈ ગફલભાઈ ચૌહાણ વોર્ડ નંબર- 8જ્યારે સામેની પેનલમાંથી ઉર્વશીબેન સારંગભાઈ સુરાણી વોર્ડ નંબર-1, રેખાબેન રમેશભાઈ વાણંદ વોર્ડ નંબર- 2 અને તુષારભાઈ રમેશભાઈ વાણંદ વોર્ડ નંબર- 3માંથી જીત્યા છે.ઈશ્વરનગર ગ્રામ પંચાયત રૂપલબેન રાજેશભાઈ પરમાર 30 મતે સરપંચ પદે ચૂંટાયા રૂપલબેન પરમારની પેનલમાં ચૂંટાયેલ સભ્યોના નામ (1) ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અઘારા વોર્ડ નંબર- 8(2) મુકેશભાઈ પ્રભુભાઈ દલસણીયા વોર્ડ નંબર- 4(3) રાજેશભાઈ વલમજીભાઇ પટેલ વોર્ડ નંબર- 5(4) સાગરભાઇ જાદવજીભાઈ રાજપરા વોર્ડ નંબર- 6જ્યારે સામેની પેનલમાં અનસુયાબેન નંદલાલભાઈ પટેલ વોર્ડ નંબર-1, જાગૃતિબેન શૈલેષભાઈ રૂપાલા વોર્ડ નંબર-7, વસંતભાઈ હરગોવિંદભાઈ વાણંદ વોર્ડ નંબર-2 અને મધુબેન શાંતિલાલ વાણંદ વોર્ડ નંબર-3 માંથી વિજેતા થયા છે.