રાજકોટ સીટ પર ટંકારામાં સૌથી વધુ મતદાન થતા ભાજપે વિજય ઉસત્વ પણ ઉજવી નાખ્યો ટંકારા : રાજકોટ સીટ પર સૌથી વધુ ટંકારાનુ મતદાન થયું છે. સૌથી વધુ થયેલું આ મતદાન કોને તારશે અને કોને ડુબાડશે ? તે અંગે મતદાનની ટકાવારીના આધારે ગણતરીઓ મંડાઈ રહી છે. જોકે બન્ને પક્ષ જીતના દાવા કરી રહ્યા છે પણ ઉમેદવારોને છાને ખૂણે ડર સતાવી રહ્યો છે અને ઉમેદવારોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. ત્યારે ભાજપે વિજય ઉત્સવ પણ ઉજવ્યો નાખ્યો છે અને કાર્યકરો તથા મતદારોનો આભાર માન્યો છે. લોકશાહીના મહાપર્વની ખરી ઉજવણી કરવામાં ટંકારાએ તંત્રની અપીલને વધાવી લીધી હોય એમ રાજકોટ બેઠક પર સૌથી વધુ 67.32 ટકા મતદાન થયું છે. સવારથી યુવા મતદારોથી લઈ શતાયુ મતદારોની બુથ પર લાઈનો જોવા મળી હતી. સાથે સંતો અને વરરાજાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગામડાઓની વાત કરીએ તો ગામડામાં ભારે મતદાન થયું છે જેમાં રોષ વ્યક્ત કરવા માટે મતદાન થયું કે પછી તરફેણ કરવા માટે એ તો ઈવીએમમાં સીલ થઈ ગયુ છે પણ રાજકીય પક્ષના નેતાઓ અંકોડા મેળવવા ફટફટીયા લઈને સવારથી ગામડા ખુદી રહ્યા છે. બીજી તરફ ભાજપ કાર્યાલય ખાતે તો કાર્યકરોએ વિજય મહોત્સવ ઉજવી પણ કરી નાખી છે. ભાજપે ચોકડી ખાતે મતદાન પુર્ણ થયા બાદ આતશબાજી કરી હતી અને મતદારોનો આભાર માન્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news