ભાજપમાં અનેક ધુરંધરોની બાદબાકી, નવોદિતોને તક મળી : કેટલાકની બેઠક બદલી ટંકારા : જિલ્લા -તાલુકા પંચાયતના ચૂંટણી જંગમાં ટંકારા તાલુકામાં ભારે ખેંચતાણ વચ્ચે કેટલાય ધુરંધરોની બાદબાકી કરી પક્ષે નવોદિતોને અજમાવ્યા છે તો કોંગ્રેસે ગત ટર્મમાં જીતેલા ઉપર ફરી વિશ્વાસ મુક્યો છે. ટંકારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારોની સ્થિતિ જોઈએ તો ટંકારા-૨ બેઠક પર કોંગ્રેસના ચેતન ત્રિવેદી ગત વખતે વિજેતા થતા પક્ષે ફરી વિશ્વાસ મુકી રીપીટ કર્યા છે. તો ભાજપે પક્ષના અનેક પાયાના કાર્યકરોને રીતસર વેતરી પ્રાથમિક સભ્ય પણ ન હોય એવા નવોદિતને ટીકીટ આપી આશ્ચર્ય સર્જી દીધું છે, ગત વખતે આ બેઠક પર સૌથી ઓછા મતે હાર ખમી ચુકેલા ભાજપના સલીમ અબરાણીને તેમની માંગણી મુજબ સીટ બદલી આ વખતે ટંકારા - ૩ પર ટીકીટ ફાળવી છે તો હરબટીયાળી બેઠક પર ગત વખતે વિજયી થઈ તા. પં. પ્રમુખ બનેલા મધુબેન સંઘાણી આ વખતે આ બેઠક સા. શૈ. પછાત વર્ગના ફાળે જતા તેમના બદલે તેઓના પતી અશોકભાઈ સંઘાણી બેઠક બદલી મિતાણા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. એ જ રીતે ભાજપે લજાઈ - ૨ ઉપરથી આ વખતે રાજવી પરીવારના ધ્રુવદાદાના નાનાભયલાના પુત્ર ધર્મરાજસિહ જાડેજા (આનંદરાજા) ને મેદાને ઉતારી ધમાકો કયોૅ છે તેની સામે કોગ્રેસે ગત ટર્મમાં આ બેઠક પર વિજેતા થયેલા મહિલા સભ્યના પતિ પંકજ મસોત ને ટિકિટ આપી છે .ગત વખતે જીલ્લા પંચાયતના ઓટાળા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર પ્રભુ કામરીયાના પત્ની પુષ્પાબેનને સાવડી બેઠક ઉપર થી પેરાસુટની જેમ ઉતાર્યા છે જે સંગઠન મા ઉપ પ્રમુખનો હોદો ધરાવે છે આ ઉપરાંત ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી સંજય ભાગિયાને પણ જીલ્લા પંચાયત ટંકારા બેઠક પર ઉતારવામાં આવ્યા છે. તેની સામે પાચ વર્ષ પહેલા ટંકારા ૧ બેઠક ઉપર બિન હરીફ ઉમેદવાર અને તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે સંગઠનના પ્રમુખ ભુપત ગોધાણીએ જીલ્લા પંચાયતમા દાવેદારી નોંધાવી છે. નોંધનીય છે કે, મોરબી અપડેટ અગ્રેસર રહી અગાઉ જણાવ્યું હતું એ જ પ્રમાણે લજાઈ જીલ્લા પંચાયતના ગત વખતના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર રીપીટ થયા છે. જેમાં ભાજપના માજી તાલુકા પંચાયત મહિલા પ્રમુખ ચન્દ્રીકાબેન નથુભાઈ કડીવાર અને કોગ્રેસના દીનાબેન અનિલભાઈ કામરીયા રીપીટ થયા છે.