ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે આયોજન : વિજેતાને ટેબ્લેટ અપાશે મોરબી : ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ‘આપણને આઝાદી કોણે અપાવી ?’ પુસ્તકના આધારે ગુજરાત રાજ્યની બધી શાળાઓમાં ધોરણ-૯ અને ધોરણ-૧૦ના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ માટે એક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ઠ સ્પર્ધાત્મક પરીક્ષામાં ૭૫ પ્રશ્નોનું એક પ્રશ્ન-પ્રત્ર રહેશે. બધા પ્રશ્ન Multiple Choice Questions રહેશે. આ પરીક્ષામાં ૮૫% થી ૧૦૦% ગુણ મેળવનાર બધા વિજેતાઓમાંથી લકી ડ્રો પદ્ધતિ વડે ૭૫ સૌભાગ્યશાળી વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને ટેબલેટ આપવામાં આવશે. લેખિત પરીક્ષા ૨૪ જુલાઈ ૨૦૧૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લેવામાં આવશે. આ પરીક્ષા દરેક જિલ્લાના નિર્ધારીત કેન્દ્રોમાં લેવામાં આવશે અને ૩૧ જુલાઈ ૨૦૨૨ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૨ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી વેબસાઈટ http://www.aryasamajjamnagar.org પર આપેલી છે. આઝાદીના અમૃત મહોત્સવના સુખદ પ્રસંગે આ પરીક્ષાના માધ્યમથી યુવા પેઢીને બધા મહાન ક્રાન્તિકારીઓથી પરિચિત કરવવા માટે આ પરીક્ષાનું આયોજન કરાયું છે. સાચા ઈતિહાસની જાણકારીથી દેશની સંસ્કૃતિની ગૌરવગાથાને હમેશા જીવંત રાખી શકાય છે. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા વતી ગુજરાતની તમામ શાળાઓના વધુમાં વધુ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા અને રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.