નામ કે ચૂંટણી કાર્ડના નંબર ઉપરથી જાણો આપનું મતદાન મથક મોરબી : જો કોઈ મતદારને તેના મતદાન મથકની જાણકારી ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચૂંટણી વિભાગ દ્વારા આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. નીચે જણાવેલી વેબસાઈટ ઉપર ક્લિક કરી તેમાં જે પેજ ખુલે તેની અંદર કોઈ પણ મતદાર પોતાના નામ અથવા ચૂંટણી કાર્ડ નંબર ઉપરથી પોતાના મતદાન મથકનું લોકેશન આંગળીના ટેરવે જાણી શકે છે. http://secsearch.gujarat.gov.in/search/default.aspx