ધારાસભ્ય,ચીફ ઓફિસર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પરિસ્થિતિ જૈસે થે.. મોરબી: અવની ચોકડી પાસે છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની લાઈનની લીકેજની સમસ્યા ઉદ્ભવી છે.આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઇ હલ નીકળ્યો નથી શહેરના પોશ વિસ્તાર એવા અવની ચોકડી પાસે છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની લાઈન લીકેજ થયેલી છે.જેથી કાયમી ધોરણે ચોકડી પાસે પાણીનું તલાવડુ ભરેલું રહે છે. અહીંથી પસાર થતાં સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પસાર થતા તમામ લોકોને પાણીમાંથી જ ચાલવું પડે છે એટલું જ નહીં ચાલતી વખતે બાઈક ચાલકો અને કાર ચાલકોના પસાર થવાથી રાહદારીઓના કપડા-બુટ,ચપ્પલ પણ બગડે છે.આ સમસ્યા ગત ઓક્ટોબર માસથી ઉદ્ભવી છે અને હાલ અડધો ડિસેમ્બર મહિનો જતો રહ્યો છે તેમ છતાં આ સમસ્યા હલ થઈ નથી. અવની ચોકડી પાસે પાણીની લાઇન લીકેજની ફરિયાદ જાગૃત નાગરિક હર્ષદભાઈ કાવડ દ્વારા ધારાસભ્ય,ચીફ ઓફિસર તેમજ પીએમઓમાં કરવામાં આવી છે.ત્યારે લોકોના માથાના દુખાવા સમાન આ સમસ્યા વહેલી તકે દૂર કરવા વધુ એક વાર રજૂઆત કરી છે.