મોરબી : શહેરના અવની ચોકડીએ કાયમ રહેતા અંધારા મામલે વારંવાર રજુઆત કરવા છતાં મોરબી નગરપાલિકા સ્ટ્રીટપોલ પર બંધ રહેતી લાઈટો રીપેર કરવામાં સુસ્તી દાખવતું હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબી શહેરની અવની ચોકડી વિસ્તાર સતત વાહન વ્યવહારથી ધમધમતો વિસ્તાર છે. અહીં મોડી રાત સુધી લોકોની અવરજવર રહે છે. ત્યારે આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે. સ્થાનિકોની વારંવારની રજુઆત બાદ પણ પાલિકાનું તંત્ર આ બાબતે ગંભીરતા દાખવીને લાઈટો ચાલુ નથી કરતી. કારણો અંગે પાલિકા કોઈ ખુલાસો નથી કરી રહી આથી લોકો સમજી શકતા નથી કે આ વિસ્તારની લાઈટો ચાલુ કરવામાં પાલિકાને શુ તકલીફ પડી રહી છે.