એક પીએસઆઈનો ભોગ લેવાયો, અનેક સામાન્ય લોકોના પણ જીવ ગયા છે : બે-પાંચ મહિને એકાદ ડ્રાઇવ યોજીને દેખાડો કરવાની બદલે હવે નક્કર અને કાયમી કાર્યવાહી ક્યારે થશે ? પોલીસ અને આરટીઓએ હવે આળસ ખંખેરવી જરૂરીમોરબી : મોરબી જિલ્લામાં લોકોને કીડી-મંકોડાની જેમ કચડતા માતેલા સાંઢ જેવા મોટા વાહનો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે ? તે સો મણનો સવાલ છે. મોરબી જિલ્લામાં છાસવારે અકસ્માત સર્જાય છે, હિટ એન્ડ રનની ઘટના સર્જાય છે ત્યારે હવે પોલીસ અને આરટીઓએ આળસ ખંખેરી એવી કાર્યવાહી કરવાની જરૂર છે કે મોટા વાહનના ચાલકો મોરબી જિલ્લાની હદ આવે એટલે ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલ કરતા થઈ જાય. ઔદ્યોગિક હબ મોરબી પંથકમાં મોટા વાહનોની અવર જવર ખૂબ વધુ રહે છે. ટ્રક-ડમ્પર તાલપત્રી ઢાંકયા વગર પાછળથી ધૂળ કે પથ્થરો ઢોળતા જતા હોય તેવા દ્રશ્યો તો અહીં દરરોજ જોવા મળે છે. આ ઉપરાંત મોટા વાહનો માતેલા સાંઢ માફક છાસવારે અકસ્માત સર્જતાં હોય છે. ગઈકાલે જ જાંબુડિયા બ્રિજ ઉપર સ્કૂટર ઉપર આવતા પીએસઆઈને એક ટ્રકે હડફેટે લઈ મોત નીપજાવ્યું હતું. આવી ઘટનાઓ તો વારંવાર બને છે.મોરબી જિલ્લામાં અકસ્માત સર્જી નાસી જવાનું પ્રમાણ ખુબ વધુ છે, ખાસ કરીને વાંકાનેર-મોરબી-કચ્છ નેશનલ હાઇવે ઉપર આવા બનાવો વધુ બની રહ્યા છે ત્યારે વર્ષ 2022 થી 2024 દરમિયાન જિલ્લામાં હિટ એન્ડ રનના 44 કેસ નોંધાયા છે. જો કે સામે તંત્ર બે-પાંચ મહિને એકાદ ડ્રાઇવ યોજીને દેખાડો કરી સંતોષ માની લ્યે છે. હવે આવી કાર્યવાહી કરવાની બદલે નક્કર અને કાયમી કાર્યવાહી ક્યારે થશે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે પોલીસ અને આરટીઓએ હવે આળસ ખંખેરી દાખલારૂપ કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે.છેલ્લા ત્રણ વર્ષની અકસ્માતની ઘટનાઓન● વર્ષ : 2022 અકસ્માતની સંખ્યા : 328અકસ્માતમાં મૃત્યુ : 235અકસ્માતમાં ઘાયલ : 241● વર્ષ : 2023 અકસ્માતની સંખ્યા : 312અકસ્માતમાં મૃત્યુ : 208અકસ્માતમાં ઘાયલ : 252● વર્ષ : 2024અકસ્માતની સંખ્યા : 282અકસ્માતમાં મૃત્યુ : 191અકસ્માતમાં ઘાયલ : 200