ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટેના મુહૂર્તોમોરબી : મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડયા દ્વારા દીપાવલી પર્વે વિ.સં. ૨૦૭૯ ઇ.સ. ૨૦૨૩ માં નવા ચોપડા નોંધાવવાનાં અને ખરીદવાનાં શુભ મુહૂર્તો તેમજ અન્ય મુહૂર્ત વાચકો માટે રજૂ કર્યા છે.મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડયાના જણાવ્યા મુજબ આસો વદ-૦૬ શુક્રવાર, તા.૦૩-૧૧-૨૦૨૩ પુનર્વસુ નક્ષત્ર, રવિયોગ અહોરાત્ર યોગ છે, સવારના ૦૬-૪૭ થી ૧૧-૦૦ સુધી બપોરના ૧૨-૨ ૩ થી ૧૩-૪૭ સુધી સાંજના ૧૭-૩૫ થી ૧૮-૨૩ સુધી રહેશે.વધુમાં પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો જોઈએ તો આસો વદ-૭ શનિવાર તા. ૦૪-૧૧-૨૦૨૩ પુનર્વસુ નક્ષત્ર ૦૭-૫૮ સુધી. પછી પુષ્ય નક્ષત્ર ૧૨-૦૧ મિનિટ સુધી ભદ્રા-વિષ્ટિ છે, માટે ભદ્રા પછી લેવાય. બપોરના ૧૨-૨૩ થી ૧૬-૩૫ સુધી સાંજના ૧૭-૫૯ થી ૧૯-૩૭ સુધી છે.જ્યારે રવિપુષ્યામૃત યોગ નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તોમાં આસો વદ-૮ રવિવાર, તા. ૦૫-૧૧-૨૦૨૩ પુષ્ય નક્ષત્ર ૧૦-૩૦ સુધી છે. સવારના ૦૮-૧૩ થી ૧૦-૩૦ સુધી રવીપુષ્યામૃત યોગ છે અને આસો વદ-૯ સોમવાર, તા.૦૬-૧૧-૨૦૨૩ આશ્લેષા નક્ષત્ર ૧૩-૨૪ સુધી પછી મઘા નક્ષત્ર છે.જ્યારે સવારના ૦૬-૪૯ થી ૦૮-૧૩ સવારના ૦૯-૩૭ થી ૧૧-૦૦ સાંજના ૧૩-૩૬ થી ૧૭-૫૭ સાંજના ૧૭-૫૭ થી ૧૯-૩૪ સુધી અને આસો વદ-૧૦ મંગળવાર તા.૦૭-૧૧-૨૦૨૩ વૃદ્ધિતિથિ છે. સૂર્યો.થી ૧૬-૨૪ સુધી. છે અને આસો વદ-૧૦ બુધવાર તા.૦૮-૧૧-૨૦૨૩ સાંજે ૧૬-૧૦ સુધી.જ્યારે ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો જોઈએ તો આસો વદ-૧૧ ગુરુવાર તા.૯-૧૧-૨૦૨૩ સવારે ૦૬;૫૫ થી ૦૯;૪૩ સુધી લાભ અમ્રુતસવારે ૧૧;૦૬ થી ૧૨:૩૦ સુધી શુભ બપોરે ૦૩;૧૮ થી ૦૬ :૦૫ ચલ લાભ ચોઘડિયા છે. ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. બપોરે ૧૨:૩૬ થી ધન તેરશ બેસે છે. જે રાત્રિ ભાગ માં તેરશ આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવશ શુભ ગણવામાં આવે છે.આસો વદ-૧૨/ ૧૩ શુક્રવાર તા. ૧૦-૧૧-૨૦૨૩ હસ્ત નક્ષત્ર આખો દિવસ છે. જેના ચોઘડિયા જોઈએ તો સવારના સૂર્યોદયથી ૧૧-૦૦ ક. બપોરના ૧૨-૦૦ થી ૧૩-૪૬ ક. સાંજના ૧૭-૩૫ થી ૧૮-૨૩ કે. રાત્રિના ૨૧- ૨૩ થી ૨૩-૦૦ કલાક સુધી છે જ્યારે હોરા મુજબસવારે ૦૬:૫૬ થી ૦૯:૪૩ સુધી શુક્ર બુધ ચંદ્રની હોરા ૧૦:૩૯ થી ૧૧ :૩૫ સુધી ગુરુની હોરા, બપોરે ૧૨:૩૦ થી ૦૪:૧૩ સુધી સુર્ય શુક્ર બુધ ચંદ્રની હોરા, સાંજે ૦૫:૦૯ થી ૦૬: ૦૪ સુધી ગુરુની હોરા, ૦૭:૦૯ થી રાત્રે ૧૧:૨૬ સુધી સુર્ય શુક્ર બુધ ચંદ્રની હોરા છે.કાળીચૌદશ, કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન,હનુમાન પૂજન યંત્ર મશીનરી પૂજન, ત્રાજવા પૂજન, તેમજ સુરપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વિગેરેની વિગતો જોઈએ તો આસો વદ-૧૩/૧૪ શનિવાર તા. ૧૧-૧૧-૨૦૨૩ ચિત્રા નક્ષત્ર પ્રીતિ યોગ સવારના ૦૮-૧૫ શી ૦૯-૩૮ કલાક, ચૌદશ બપોરના ૧૩-૫૮ થી (૧:૫૮ થી) રાત્રિ ના ભાગ માં ચૌદશ આવતી હોવાથી જે ભાગ માં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે.જ્યારે દિપાવલી ,ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજનનાં શુભ મુહૂર્તો જોઈએ તો, આસો વદ-૧૪/૩૦ રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩ સ્વાતિ નક્ષત્ર ૨૬-૫૨ સુધીના છે જેના ચોઘડિયા જોઈએ તોસવારના ૦૯-૩૭ થી ૧૨-૨૪ કલાક૧૩-૪૭ થી ૧૫-૧૦ કલાક, ૧૭-૫૫ થી ૨૨-૪૬ કલાક, ૨૬-૦૦ થી ૨૭-૩૭ કલાક, ૨૯-૧૫ થી ૩૦-૫૨ કલાક છે. જ્યારે હોરા મુજબ સવારે ૦૬:૫૭ થી ૧૦:૪૦ સુધી સુર્ય ,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા, સવારે ૧૧:૩૫ થી ૧૨:૩૨ સુધી ગુરુ ની હોરા, બપોરે ૦૧:૨૬ થી ૦૫:૦૮ સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા સાંજે ૦૬:૦૪ થી ૦૭:૦૮ સુધી ગુરુ ની હોરા, રાત્રે ૦૮:૧૩ થી ૧૨:૩૨ સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા, ૦૧:૩૫ થી ૦૨:૪૦ સુધી ગુરુ ની હોરા, ૦૩:૪૫ થી ૦૬:૫૮ સુધી સુર્ય,શુક્ર,બુધની હોરા છે.આસો વદ ૩૦ સોમવાર તા.૧૩-૧૧-૨૦૨૩ના દિવશે ઉદ્યાત તિથી અમાશ આવેછે જેથી આ દિવશ માં નુતન વર્ષનો આરંભ નિષેધ છે. જેથી આ દિવશ પડતર રહેશે. દ્વારકા,સોમનાથ ના મંદિરો માં અન્નકૂટ દર્શન થઈ શકશે.વિ. સં. ૨૦૮૦માં ધંધો-વેપાર-રોજગારદુકાન-પેઢી ચાલુ કરવાનાં શુભ મુહૂર્તો જોઇએ તો, કારતક સુદ-૦૧ મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૨૩ અનુરાધા નક્ષત્ર, નૂતન વર્ષ, બેસતું વર્ષ છે.મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યાના જણાવ્યા મુજબનૂતન વર્ષાભીનંદન સવારે ૦૮-૩૮ થી ૧૩-૪૬ કલાક, કારતક સુદ-૩ ગુરુવાર તા. ૧૬-૧૧-૨૦૨૩ મૂળ નક્ષત્ર, રવિયોગ, સવારે ૦૭-૧૮ થી ૦૮. ૪૧ સવારે ૧૦-૨૫ થી ૧૩-૪૭. કારતક સુદ-૫ શનિવાર તા. ૧૮-૧૧-૨૦૨૩, ઉ.ષા. નક્ષત્ર, રવિયોગ. લાભપાંચમ, શ્રી પંચમી, જ્ઞાન પંચમી. સવારેઃ ૦૮-૨૦ થી ૦૯-૪૩ અને વિજય મુહૂર્તે છે.આલેખન : મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા( ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી )મોરબીમા એક માત્ર કાશીના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્યM.A. સંસ્કૃત૯૪૨૬૯ ૭૩૮૧૯શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય,ક્રિષ્ના ચેમ્બર -૫વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી.