માળીયાની મેઈન બજારમાં મોબાઈલના ધંધાર્થી ઉપર હુમલાના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ મોરબી : માળીયા મિયાણા ગામે રહેતા યુવાને તલાકસુધા મહિલા સાથે કોર્ટ મેરેજ કરી લેતા તેના મોટાભાઈને ચાર શખ્સોએ માર મારી ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા શહેરની મુખ્ય બજારમાં મોબાઈલની દુકાન ધરાવતા હુશેનભાઇ હૈદરભાઇ સંઘવાણી ઉ.25 નામના યુવાને માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેના નાના ભાઈ અમીર રમજાને ઉર્મગુલ્સમ નામની તલાકસુધા મહિલા સાથે કોર્ટ મેરેજ કરીને સુરત તરફ રહેવા ચાલ્યો જતા આ બાબતનો ખાર રાખી આરોપી હૈદરભાઇ અબ્બાસભાઇ જેડા, અજહર અબ્બાસભાઇ જેડા, શીરાજ શકુરભાઇ જેડા તથા સીકંદર ભટ્ટી રહે.બધા માળીયા વાળાએ હુસેનભાઈની દુકાને આવી ઝઘડો કર્યો હતો અને આરોપી હૈદરભાઇ અબ્બાસભાઇ જેડા, અજહર અબ્બાસભાઇ જેડાએ કહ્યું હતું કે તારાભાઈએ કેમ મારભાઈને તલ્લાક આપનાર ઉર્મગુલ્સમ સાથે લગ્ન કર્યા ? હાલમાં બન્ને ક્યાં છે ? તેમ પૂછી ધારિયાના ઘા ઝીકી દેતા હાથમાં તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.