મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મરબી દ્વારા સૂચના બહાર પાડીને જનરલ કમિશન એજન્ટ ભાઈઓ, વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓને જાણ કરીને ઘઉંની ઉતરાઈ સાંજના 5 વાગ્યાથી કરવા દેવામાં આવશે તેમ જણાવ્યું છે.મોરબી યાર્ડમાં શેડ ઉપર જગ્યા હશે ત્યાં સુધી ઘઉંની ઉતરાઈ કરવામાં આવશે ત્યારબાદ ઉભા વાહન રાખવામાં આવશે તેમજ ઉભા વાહનની હરરાજી લેવામાં આવશે. હાલ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા જણાવાયું છે. માલની ઉતરાઈ કર્યા બાદ પોતાનો માલ તાલપત્રીથી ઢાંકી દેવા પણ જણાવ્યું છે. ઘઉં સિવાયની બાકીની જણસીઓઓની ઉતરાઈ રાબેતા મુજબ ચાલુ રહેશે.