1645 ક્વિન્ટલ જીરુંની આવક, ભાવ 4 હજારને પાર બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 21 માર્ચ ને શુક્રવારના રોજ જીરું, કપાસ, ઘઉં, મગફળી, સોયાબીન, ધાણા, મેથી, અડદ, ચણા, એરંડા, તુવેર, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1645 ક્વિન્ટલ એટલે કે 8225 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4030 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 341 ક્વિન્ટલ એટલે કે 1705 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1440 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 2544 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 590, મગફળી (જીણી)ના 1004, સોયાબીનના 740, ધાણાના 1382, મેથીના 1036, અડદના 1203, ચણાના 1070, એરંડાના 1212, તુવેરના 1419, કાળા તલના 5014, રાયના 1057 અને રાયડાના 1053 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 240 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.