રજાઓ બાદ યાર્ડ ખુલતા વેંત માત્ર 2 જ દિવસમાં 36 હજાર મણ ઘઉંની આવક થતા જગ્યા ખૂટીમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે જ દિવસમાં ઘઉંની ભરપુર આવક થતા હવે જગ્યા ખૂટી છે. જેને કારણે યાર્ડમાં ઘઉંની આવક બંધ કરી દેવામાં આવી છે. હવે જગ્યા થયા બાદ આવક પુનઃશરૂ કરવામાં આવનાર છે. માર્ચ એન્ડિંગને કારણે મોરબી માર્કેટ યાર્ડમાં પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તા.1 એપ્રિલને મંગળવારથી યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમ દિવસે જ 3203 ક્વિન્ટલ એટલે કે 16015 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. જ્યારે બીજા દિવસે તા. 2 એપ્રિલને બુધવારના રોજ 4032 ક્વિન્ટલ એટલે કે 20160 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. આમ બે જ દિવસમાં 36 હજાર મણ જેટલી આવક થતા યાર્ડમાં જગ્યા ખૂટી છે. જેને કારણે હવે ઘઉંની આવક બંધ કરવામાં આવી છે. વધુમાં યાર્ડ દ્વારા જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ઘઉં લઈને ન આવવા સૂચના આપવામાં આવી છે.